આવો રંગભીના જદુરાય, મહોલે મરમાળા ૪/૪

 

આવો રંગભીના જદુરાય, મહોલે મરમાળા ;
જોઇ તમને મારૂં દુઃખ જાય, રાજેન્દ્ર રઢીઆળા. ટેક.
હાથ તણે લટકે મન હરતા, મારા હૈડામાં મૂરતિને ધરતા રે. મ૦ ૧
કેસરની શુભ આડ કરીને, હેરો લોચન પ્રેમ ભરીને રે. મ૦ ર
પ્રાણપિયા રંગરેલ પધારો, મારી વીનતડી ઉર ધારો રે. મ૦ ૩
બ્રહ્માનંદના સુંદર છેલા, આવો વહાલમ વેહેલારે. મ૦ ૪

મૂળ પદ

આવો અલવિલા અલબેલ

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી