મરમાળાજી ! આવો મારા મોલમાં રે, પાતળિયા રંગીલા મારા પ્રાણ રે ૨/૪

મરમાળાજી ! આવો મારા મોલમાં રે, પાતળિયા રંગીલા મારા પ્રાણ રે ;
આવીને શોભાવો મારો ઓરડો રે, છેલ છબીલા ચતુર સુજાણ રે. મ૦ ૧
ચિત્તડામાં ખૂત્યું છે તારું છોગલું રે, રૂડીને કલંગી ખૂબીદાર રે ;
સોનેરી કોર્યું બાંધી મોતીયેરે, મોલીડું દેખીને વાઘે પ્યાર રે. મ૦ ર
મનડામાં પ્રોવાણી તારી મૂર્તિ રે, હાથ ન લાગે ઘરડા કેરું કામ રે ;
હસીને બોલાવો મુને હેતમાં રે, શામળિયા રંગીલા મારા શ્યામ રે. મ૦ ૩
કાનકુંવર રંગભીના તારે કારણે રે, લોક તણી મેલી મેં સર્વે લાજરે ;
બ્રહ્માનંદના નાથ પધારો સેજડી રે, રસિક સલૂણા છોગાળા વ્રજરાજરે. મ૦ ૪

મૂળ પદ

ચાલો સૈયોં જાયે જમુનાકાંઠડે રે

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી