મારે ઘેર અલબેલો આવ્યા રે, કે પ્રેમ કરી મેં પધરાવ્યા રે ૨/૮

મારે ઘેર અલબેલો આવ્યા રે, કે પ્રેમ કરી મેં પધરાવ્યા રે.
પલંગ મેં તો ફૂલડાંથી કસીયોરે, તે ઉપર બેઠા છે રસીયો રે.
હસી જોયું છે મુજ સામું રે, કે પુરી મારા હૈડાની હામું રે.
અંગોઅંગ આલિંગન લીધું રે, કે કરવાનું સરવે કીધું રે.
રંગડાની લાગી છે તાળી રે, કે જોડ બની છે રૂપાળી રે.
બ્રહ્માનંદનો સ્વામી નિરખી રે, ઘણું મારા હૈડામાં હરખી રે.

મૂળ પદ

રંગીલા રંગડાને ચટકે રે

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી