વારી જાઉં સાચું કહો વહાલા રે, કે આજ કયાં ગયાતા નંદલાલા રે ૩/૮

વારી જાઉં સાચું કહો વહાલા રે, કે આજ કયાં ગ્યા'તા નંદલાલા રે.
રમિયા કે સંગે રાતે રે, કે અમ ઘેર આવ્યા પરભાતે રે.
બોલો છો બીતા મુખ વેણાં રે, નિદ્રામાં ઘેરાણાં નેણાં રે.
હિયે ઉઠી મોતીડાંની માળા રે, કે તેણે લાગો છો રૂપાળા રે.
કપોલે કાજલની રેખા રે, દીસો છો ચોળાણા સરખા રે.
બ્રહ્માનંદ કહે સમ છે તમને રે, થયું તેમ કહો સર્વે અમને રે.

મૂળ પદ

રંગીલા રંગડાને ચટકે રે

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી