અલ્યા કેમ વાર્યું નથી કરતો રે, કે કોઇની લાજ નથી ધરતો રે ૫/૮

અલ્યા કેમ વાર્યું નથી કરતો રે, કે કોઇની લાજ નથી ધરતો રે. ૧
ધાર્યું છે શું તારા મનમાં રે, રોકીને ઉભો છે વનમાં રે.             ર
એકલડી જાણી તેં મુજને રે, શિખામણ આપીશ હું તુજને રે.   ૩
મુજમાં નહીં તારું ફાવે રે, જશોદાને કહે જઇ પરણાવે રે.       ૪
પરણી એક પોતાની કરીએ રે, બીજી કેડે નવ ફરીએ રે.        પ
બ્રહ્માનંદ સાચું બતાવે રે, પરણ્યા વિના પાર નહીં આવે રે.    ૬

મૂળ પદ

રંગીલા રંગડાને ચટકે રે

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી