રહો રહો નંદતણા લાલારે, આવા તમે શું થાઓ છો કાલા રે ૬/૮

રહો રહો નંદતણા લાલારે, આવા તમે શું થાઓ છો કાલા રે.
સૌને દેખંતા છળીઆ રે, કે આવી બાઝો માં બળીઆરે.
કહાવો છો બાલબ્રહ્મચારી રે, દિસો છો લખણના ભારી રે.
લખણ તમારા છે આવા રે, કે કરશો અમને જગ ચાવા રે.
હજી તો દીઠામાં નાના રે, વિચારી બોલો મુખ કાના રે.
બ્રહ્માનંદ કહે જાઉં હું વારી રે, ન રોકો વનમાં પરનારી રે.

મૂળ પદ

રંગીલા રંગડાને ચટકે રે

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી