વજાડી વાંસલડી વનમાં રે, કે ચટપટી લાગી છે તનમાં રે ૭/૮

વજાડી વાંસલડી વનમાં રે, કે ચટપટી લાગી છે તનમાં રે.
સુણી સુણી આતુર અતી થાઉંરે, કે જાણી હું તો સર્વે મેલી જાઉં રે.
ચાલી હું તો ઘર ધંધો મેલી રે, ઘરને ઠેરાવી ઘેલી રે.
જોયા મેં વહાલાને જ્યારે, કે તનડું ટાઢું થયું ત્યારે રે.
માવાની મોરલીમાં મોહી રે, કે કુલની મરજાદા ખોઇ રે.
બ્રહ્માનંદ થૈ છે રંગ રેલ્યું રે, હવે કેમ મોહનને મેલું રે.

મૂળ પદ

રંગીલા રંગડાને ચટકે રે

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી