થૈને લીલતણા લાડા રે, કે આવી ઉભા છો કેમ આડા રે ૮/૮

થૈને લીલતણા લાડા રે, કે આવી ઉભા છો કેમ આડા રે.
દેખાડો છો એવડો જોરો રે, કે માથે ઘાલી ફૂલડાંનો તોરો રે.
કસુંબી પાઘલડી બાંધી રે, ડરાવો છો લોચનીયાં સાંધી રે.
જાણો છો મહી એનું ખાશું રે, ખાઇને ખેમકુશલ જાશું રે.
એમાં તો વાર ઘણી વહાલા રે, ખોશો માં લાજડલી ઠાલા રે.
બ્રહ્માનંદનો સ્વામી રસીયો રે, ગોપીનાં વચન સુણી હસીયો રે.

મૂળ પદ

રંગીલા રંગડાને ચટકે રે

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી