રંગભીના રંગની રેલ છો રંગીલાજી ૧/૪

રંગભીના રંગની રેલ છો રંગીલાજી ;
મારા અલવીલા અલબેલ છો, રંગીલાજી ટેક.
રસની જાણો છો રીતડી ; રં૦ પાતળિયા તમથી પ્રીતડી. રં૦ ૧
તારું છોગું ચિત્ત ખુંચી રહ્યું, રં૦ મુખ દેખી દુઃખ મારું ગયું. રં૦ ર
તારી મોરલીને નાદે કરી, રં૦ સરવે મોહ પમાડી સુંદરી. રં૦ ૩
તારી મોરલીમાં જાદુ ઘણાં, રં૦ તેણે તાણ્યાં મન અબળા તણાં. રં૦ ૪
બ્રહ્માનંદ કહે વહાલ વધારિયે, રં૦ પ્રીતમજી સેજ પધારિયે. રં૦ પ

મૂળ પદ

રંગભીના રંગની રેલ

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી