દહીં દેખી તારી દાઢ ચળી, કાનુડા રે ૪/૪

દહીં દેખી તારી દાઢ ચળી, કાનડા રે ;
મુને દેખી વનમાં એકલી, કાનડા રે.
કેમ બાઝે છે મહીને ઘડે, ક૦ એમ દુંગાઇએ દહીં નહિ જડે. ક૦ ૧
આવી ઉભા છો કયાં થકી, ક૦ મહી નહિ જડે એ માંહ્યથી. ક૦ ર
આજ હું તારું નહિ સહું, ક૦ જઇ નંદ-જશોદાને કહું. ક૦ ૩
શું કહાડીશ એમાંથી મથી, ક૦ કાંઇ હું તુજથી ડરતી નથી. ક૦ ૪
કહે બ્રહ્માનંદ હું કહું ખરું, ક૦ બોલીશ નહિ મુજને અરુંપરુ. ક૦ પ

મૂળ પદ

રંગભીના રંગની રેલ

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી