હો પ્રીતમજી ! સેજ પધારીએ, વાલા જોઇને રહી છું વાટ ..૫/૮

હો પ્રીતમજી ! સેજ પધારીએ, વાલા જોઇને રહી છું વાટ. હો૦ ૧
હું તો આવી ઉભી છું આંગણે, તમે આવો નહિ શા માટ. હો૦ ર
મેં તો કુસુમે બીછાવી સેજડી, સજ્યા શોભિતા શણગાર. હો૦ ૩
મારે આશ ઘણી છે અંતરે, આવો હેતુ હૈયાના હાર. હો૦ ૪
મેં તો તોડી સબ સંસારથી, એક તમથી જોડી પ્રીત. હો૦ પ
તમને શું કહી દાખું શ્યામળા, સર્વે જાણો છો રસની રીત. હો૦ ૬
મુને બોલાવો ગ્રહીબાંહલડી, રસિયા આવો રંગરેલ. હો૦ ૭
હું તો જોઉં છું તમારી વાટડી, અતિઆતુર છું અલબેલ. હો૦ ૮
મારે કામ બીજા નથી કોઇનું, એક સગપણ છે તમ સાથ. હો૦ ૯
આવી એકાંતે સુખ આપીએ, નિત્ય બ્રહ્માનંદના નાથ. હો૦ ૧૦

મૂળ પદ

હો નટવરજી ! હજી તમે નાનકડા

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી