હો વાલમજી ! તમે મુને વહાલા, છો મારા મનમાન્યા મોરાર ૬/૮

હો વાલમજી ! તમે મુને વહાલા, છો મારા મનમાન્યા મોરાર. હો૦ ૧
કાના ! તમને મળ્યાના કોડ છે, કોડીલા નંદકુમાર. હો૦ ર
તમ સાથે બંધાણી પ્રીતલડી, મારા પ્રીતમ જીવન પ્રાણ. હો૦ ૩
વારી અલબેલા તમ ઉપરે, કરી નાખું તન કુરબાન. હો૦ ૪
જોઇ શ્યામ મનોહર મૂર્તિ, વળી સુંદર ગજગતિ ચાલ. હો૦ પ
અતિ વાલપણાની વાતમાં, મુને લાલચ્ય લાગી લાલ. હો૦ ૬
તમને જોઇને ઠરે મારી આંખડી, આલિંગન લઇને અંગ. હો૦ ૭
વહાલમજી ! તમારા વેણથી, ચડે ચિત્તને ગેરો રંગ. હો૦ ૮
મારે ભાંગી અંતરની ભીતડી, એક તમથી લાગી તાન. હો૦ ૯
આવી નિતનિત દરશન આપીએ, બ્રહ્માનંદના વહાલા ગુણગાન. હો૦ ૧૦

મૂળ પદ

હો નટવરજી ! હજી તમે નાનકડા

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી