હો પ્રીતમજી ! મુંને તમે પ્યારા, છો મારા હૃદયકમલના સૂર૭/૮

હો પ્રીતમજી ! મુંને તમે પ્યારા, છો મારા હૃદયકમલના સૂર. હો૦ ૧
જગજીવન ! તમને જોઇને, મારે વાધે છે નિત નિત નૂર. હો૦ ર
મુને શું કરશે સંસારીયો, તમે હેતે ઝાલ્યો હાથ. હો૦ ૩
હવે નહીં ઓશીયાળી કોઇ તણી, મારે જોડ બંધાણી તમ સાથ. હો૦ ૪
સર્વે વારી નાખું તમ ઉપરે, સર્વે સગુંકુટુંબ સંસાર. હો૦ પ
વારી ભૂધર તમને ભેટીને, મારો સફળ થયો અવતાર. હો૦ ૬
હું તો પામી છું પૂરણ પુણ્યશું, કાન તમ સરીખો કંથ. હો૦ ૭
હવે થઇ છું હું અખંડ સોહાગણી, સરવે આવ્યો છે દુઃખનો અંત. હો૦ ૮
વહાલા ! અધક્ષણ રહો માં વેગળા, મારા દિલડાના દીવાન. હો૦ ૯
બ્રહ્માનંદના સનેહી વિઠ્ઠલા, મારા તમથી બાંધ્યા પ્રાણ. હો૦ ૧૦

મૂળ પદ

હો નટવરજી ! હજી તમે નાનકડા

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી