હો સુંદરવર સુંદર શોભો છો, પેહેરી ફૂલડાં કેરા હાર ૮/૮

હો સુંદરવર સુંદર શોભો છો, પેહેરી ફૂલડાં કેરા હાર. હો૦ ૧
વહાલા રૂપ તમારું જોઇને સર્વે મગન થઇ વ્રજનાર. હો૦ ર
રૂડી લાલ કસુંબી પાઘમાં, શોભે ફૂલડાનો તોરો શીશ. હો૦ ૩
ચિત્ત ચોરો છો રંગભર ચાલમાં, મારા ડોલરીયા જુગદીશ. હો૦ ૪
પેહેર્યાં હેમ કડાં બેઉં હાથમાં, હીરા માણેક લાલ જડાવ. હો૦ પ
જોઇ નવલ મનોહર મૂર્તિ, મારું મન લોભાણું માવ. હો૦ ૬
ઓપે અજબ જડાઉ ઉતરી, ગળે મોતીડાંની માળ. હો૦ ૭
ચિત્ત ચોરે છે જલદી ચાલતાં, રૂડી અંગરખીની ચાળ. હો૦ ૮
તમે માનુનીયુંનાં મન હર્યાં, અંગે પેહેરીને વસ્ત્ર અનૂપ. હો૦ ૯
બ્રહ્માનંદ જાયે નિત્ય વારણે, જોઇ રસીક મનોહર રૂપ. હો૦ ૧૦

મૂળ પદ

હો નટવરજી ! હજી તમે નાનકડા

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી