કાનુડે મેલ્યું એમ કહાવી, સૈયર ! મુને કાનુડે મેલ્યું કહાવી ૧/૮

 

કાનડે મેલ્યું એમ કહાવી, સૈયર ! મુને કાનડે મેલ્યું કહાવી ;
ગ્વાલણી મારે મન ભાવી, સૈયર મુને કાનડે મેલ્યું એમ કહાવી. ટેક.
સર્વેકરીશ તારા મનનું ગમતું રે, જે માગીશ તે આપીશ લાવી. સૈ૦ ૧
સારી પેઠે હું તુજને રાખીશ રે, ઘરેણાં વસ્ત્ર પેહેરાવી. સૈ૦ ર
તું તો મારે મનડે માંની રે, છાની નથી વાત ચાવી. સૈ૦ ૩
બ્રહ્માનંદ કહે માબાપને કેજે, ખોટી થશો બીજે પરણાવી. સૈ૦ ૪

મૂળ પદ

કાનડે મેલ્‍યું એમ કહાવી

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી