કાનુડાને શું કરીએ, સૈયર ! હવે કાનુડાને શું કરીએ ૩/૮

કાનડાને શું કરીએસૈયર ! હવે કાનડાને શું કરીએ 
દેખી દેખી મનમાં ડરીયે, સૈયર હવે કાનડાને શું કરીએ.                ટેક.
આવી રોકે જમુનાનો આરો રે, કેમ કરી પાણીડાં ભરીયે.                 સૈ૦ ૧
કાંઇ ન કહેવાયે એવું આવી બોલે રે, જો કહીયે તો લાજી મરીયે.       સૈ૦ ર
જ્યાં જાઇએ ત્યાં કેડ ન મેલે રે, અમે રાત દિન ભાગતાં ફરીયે.           સૈ૦ ૩
બ્રહ્માનંદ કહે એ તો વરવા ઉભો રે, કોને વર્યાં તે કેમ કરી વરીયે.       સૈ૦૪

મૂળ પદ

કાનડે મેલ્‍યું એમ કહાવી

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી