કાનુડે ઘેલડી કીધી, સૈયર ! મુને કાનુડે ઘેલડી કીધી ૪/૮

 કાનડે ઘેલડી કીધી, સૈયર ! મુને કાનડે ઘેલડી કીધી ;

સુધ બુધ સર્વે હરી લીધી, સૈયર ! મુને કાનડે ઘેલડી કીધી. ટેક.
ના ના કરતાં મહીની મટુકી રે, પરાણે લેઇને પીધી. સૈ૦ ૧
નંદતણે છોરે નાનડીએ રે, સઉ દેખંતાં ગાળ દીધી. સૈ૦ ર
જેમ કહીયે તેમ અવળો ચાલે રે, સમજે નહીં વાત સીધી. સૈ૦ ૩
બ્રહ્માનંદ કહે અણતેડયો આવે રે, કાચું નહીં કોઇ વીધી. સૈ૦ ૪

મૂળ પદ

કાનડે મેલ્‍યું એમ કહાવી

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી