કાનુડાને શું કહીએ, સૈયર ! હવે કાનુડાને શું કહીએ ૫/૮

કાનડાને શું કહીએ, સૈયર ! હવે કાનડાને શું કહીએ ;
જો કહીએ તો નિર્લજ્જ થઇએ, સૈયર ! હવે કાનડાને શું કહીએ. ટેક.
બળ દેખાડી વાટજ બાંધે રે, નાખે છે હાથ માટ મહીએ. સૈ૦ ૧
આવે બોલ નિત વાત ઉધાડીરે, દહાડીનું કેટલું સહીએ. સૈ૦ ર
જમુનાજીને આરે ઉભો રે, જળ ભરવા નિત જઇએ. સૈ૦ ૩
બ્રહ્માનંદ કહે કાંઇ કહ્યું ન માને રે, કેમ કરી ગોકુળ રહીએ. સૈ૦ ૪

મૂળ પદ

કાનડે મેલ્‍યું એમ કહાવી

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી