કાનુડે ચુંદડી તાણી, સૈયર ! મારી કાનુડે ચુંદડી તાણી ૬/૮

 

કાનડે ચુંદડી તાણી, સૈયર ! મારી કાનડે ચુંદડી તાણી ;
કોઇની લાજ નવ આણી, સૈયર ! મારી કાનડે ચુંદડી તાણી. ટેક.
સર્વે સાહેલી સાથે લઇને રે, ગઇ'તી જમુના પાણી. સૈ૦ ૧
મન મસ્તાન થઇને ડોલે રે, જેમ તેમ બોલે મુખ વાણી. સૈ૦ ર
નવ જોબનવંતી હું નારી રે, દેખી એની આંખ લોભાણી. સૈ૦૩
બ્રહ્માનંદ કહે એની મુજ માથે રે, ઠાવકી વાત ઠેરાણી. સૈ૦ ૪

મૂળ પદ

કાનડે મેલ્‍યું એમ કહાવી

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી