કાનજીને કુબજા પ્યારી, સૈયર ! લાગી કાનજીને કુબજા પ્યારી ૭/૮

 

કાનજીને કુબજા પ્યારી, સૈયર ! લાગી કાનજીને કુબજા પ્યારી ;
સર્વે વ્રજવિનતા વિસારી, સૈયર ! લાગી કાનજી કુબજા પ્યારી. ટેક.
ત્રણ વાંકે એનું તનડું વળ્યું છે રે, કુલ પણ એનું બહુ ભારી. સૈ૦ ૧
મથુરામાં જઇને મોહનજી રે, લોક લાજ લેઇ દૂર ટારી. સૈ૦ ર
પતિવ્રતા સર્વે વાતે પુરી રે, શીલ લક્ષણ ગુણ સારી. સૈ૦ ૩
બ્રહ્માનંદ કહે કુબજા સંગે રહીને રે, ઠાવકા થયા ઘરબારી. સૈ૦ ૪

મૂળ પદ

કાનડે મેલ્‍યું એમ કહાવી

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી