કાનજીને કુબજા વહાલી ; સૈયર ! લાગી કાનજીને કુબજા વહાલી ૮/૮

કાનજીને કુબજા વહાલી ; સૈયર ! લાગી કાનજીને કુબજા વહાલી ;
જઇ બેઠા એનું ઘર ઝાલી, સૈયર ! લાગી કાનજીને કુબજા વહાલી. ટેક.
આપણ સાથે પ્રીત કરીને રે, દઇ ગયા દાઝ હીયે ઠાલી. સૈ૦ ૧
દામોદર દાસીમાં મો' રે, વાતડી લોકમાં હાલી. સૈ૦ ર
કુણ જાણે એણે શાં તપ કીધાં રે, છબીલો ગયા ત્યાં ચાલી. સૈ૦ ૩
બ્રહ્માનંદ કહે હરિ હાથ કરીને રે, ફરે છે નિત ફૂલી ફાલી. સૈ૦ ૪

મૂળ પદ

કાનડે મેલ્‍યું એમ કહાવી

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી