મુને રોકોમાં મહારાજ, માણીગર માવજી રે ૧/૮

મુને રોકોમાં મહારાજ, માણીગર માવજી રે ;
મારે ઘેર છે ઝાઝું કાજ, નટવર નાવજી રે. ટેક.
તમે લ્યો માં મારું નામ, મા૦ મારે ફુટશે મહીનું ઠામ. ન૦ ૧
મારે માથડે લાગે છે ભાર, મા૦ મુને થઇ છે ઝાઝી વારે. ન૦ ર
કોકનાખશે ઠાલી આળ, મા૦ મુને સાસુ દેશે ગાળ્ય. ન૦ ૩
લોક દેખીને ધરશે ભરમ, મા૦ એમાં આપણો જશે ધરમ. ન૦ ૪
તમને જોડીને કહું છું હાથ, મા૦ માનો બ્રહ્માનંદના નાથ. ન૦ પ

મૂળ પદ

મુને રોકોમાં મહારાજ

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી