તમે મ કરો ઝાઝા ફેલ, વારી જાઉં વહાલજી રે ૨/૮

તમે મ કરો ઝાઝા ફેલ, વારી જાઉં વહાલજી રે.
વળી થાઓ માં સુધા છેલ, લાડીલા લાલજી રે. ટેક.
તમે કેમ પડ્યા છો કેડ, વા૦ ઝાઝી મા કરો મારી છેડ. લા૦ ૧
કેમ ઉભા છો રોકી વાટ, વા૦ જોજો મહીનું ફોડતા માટ. લા૦ ર
તમે મ કરો એવી વાત, વા૦ થશે એમાંથી ઉતપાત. લા૦ ૩
કેડો મેલીને રહેજો કોર, વા૦ તમે મ કરો ઝાઝું જોર. લા૦ ૪
સૌ જાણે તમારાં કામ, વા૦ માનો બ્રહ્માનંદના શ્યામ. લા૦ પ

મૂળ પદ

મુને રોકોમાં મહારાજ

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી