આવા છેલ ન થૈયે શ્યામ, કોડીલા કાનજી રે ૩/૮

 

આવા છેલ ન થૈયે શ્યામ, કોડીલા કાનજી રે ;
નવ લઇએ કોઇનું નામ, વહાલા ગુણવાનજી રે. ટેક.
તમે મોટા છો મહારાજ, કો૦ કાંઇ લોકની રાખો લાજ. વ૦ ૧
તમે મ થાઓ મેવાર, કો૦ સૌ દેખે છે સંસાર. વ૦ ર
હજી નાના છો તમે નાથ, કો૦ આવી બાઝો માં અમ સાથ. વ૦ ૩
આવી શીદ કરો છો તાણ, કો૦ નહીં આપું મહીનું દાણ. વ૦ ૪
કહો છો વઢવા જેવાં વેણ, કો૦ તમે બ્રહ્માનંદના સેણ. વ૦ પ

મૂળ પદ

મુને રોકોમાં મહારાજ

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી