અમે ઓળખ્યા તમને આજ, તમે ધૂતારડા રે ૪/૮

અમે ઓળખ્યા તમને આજ, તમે ધૂતારડા રે ;
આવી બાઝો છો શા કાજ કે, પ્રીતમ પ્યારડા રે.                        ક.
સૌ જાણે છે સંસાર, તમે૦ સરવ વશ કીધી વ્રજનાર.               પ્રી૦ ૧
શીખ્યા ધૂતપણાંના કામ, તમે૦ વહાલા ધૂત્યું ગોકુળ ગામ.     પ્રી૦ ર
વારી કહ્યું માનોને કાન, તમે૦ શીદ અમને કરો હેરાન.          પ્રી૦ ૩
શાને રોકી ઉભા વનમાંહ્ય, તમે૦ જાવા દ્યો જાદવરાય.             પ્રી૦ ૪
આવી શાને કરો છો રીસ, તમે૦ વહાલા બ્રહ્માનંદના ઇશ.         પ્રી૦ પ

    

મૂળ પદ

મુને રોકોમાં મહારાજ

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી