વનમાંહ્ય વજાડે વેણ, ગોવિંદો ગારૂડી રે ૫/૮

વનમાંહ્ય વજાડે વેણ, ગોવિંદો ગારૂડી રે ;
સુણી મનડું થઇ ગયું મેણ, મોહી મૈયારડી રે. ટેક.
ગાવે માંહી મધુરા ગીત, ગો૦ ચાલમાંહી ચોરાણું ચિત્ત. મો૦ ૧
કરી નેણાં કેરી ચોટ, ગો૦ સુધ ભુલી થઇ લોટપોટ. મો૦ ર
કરી સામું જોઇને સાન, ગો૦ થઇ ગીત સુણી ગુલતાન. મો૦ ૩
આવી ઉભલો જમુના તીર, ગો૦ જોઇ ભરવું ભૂલી નીર. મો૦ ૪
અતિ કરે છે ખ્યાલ અનૂપ, ગો૦ બ્રહ્માનંદ કહે સુંદર રુપ. મો૦ પ

મૂળ પદ

મુને રોકોમાં મહારાજ

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી