ઓરા આવોને સુંદર શ્યામ, પૂછું એક વાતડી રે ૭/૮

 

ઓરા આવોને સુંદર શ્યામ, પૂછું એક વાતડી રે ;
હૈડાંની પુરો હામ, ઠરે મારી છાતડી રે. ટેક.
સરવે જાણીને થાઓ અજાણ, પૂ૦ છે આગુની ઓળખાણ. ઠ૦ ૧
આવી કરો અલોકિક ખ્યાલ, પૂ૦ રુડાં લટકાં દેખું લાલ. ઠ૦ ર
તમે જાઓ માં બીજે ઘેર, પૂ૦ કરો આવીને લીલા લેહેર. ઠ૦ ૩
આજ રાતાં થયાં છે નેણ, પૂ૦ વહાલા બોલોને સુંદરવેણ. ઠ૦ ૪
પેહેરો કેસરિયા શિરપાવ, પૂ૦ નિત બ્રહ્માનંદના નાવ. ઠ૦ પ

મૂળ પદ

મુને રોકોમાં મહારાજ

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી