મારે તમથી લાગી પ્રીત, નટવર નંદના રે ૮/૮

મારે તમથી લાગી પ્રીત, નટવર નંદના રે ;
ગુલતાન થઇ તારે ગીત, મેટાવણ ફંદના રે. ટેક.
કરુ તન મારું કુરબાન, ન૦ તમ ઉપર જીવનપ્રાણ. મે૦ ૧
કીધો જગ વેરી તમ કાજ, ન૦ મેં તો લોકની મેલી લાજ. મે૦ ર
તમ કાજ સજ્યા શણગાર, ન૦ આવો મંદિરીયે મોરાર. મે૦ ૩
લાગ્યો રસિયા તારો રંગ, ન૦ મારે આનંદ વાધ્યો અંગ. મે૦ ૪
તમથી જોડ બની જગદીશ, ન૦ છો બ્રહ્માનંદના ઇશ. મે૦ પ

મૂળ પદ

મુને રોકોમાં મહારાજ

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી