નહીં આપું રે નહીં આપું મહીડાનું દાણ, સમજીને વેણ ઉચારીએ ૩/૯

નહીં આપું રે નહીં આપું મહીડાનું દાણ, સમજીને વેણ ઉચારીએ. ન૦ ૧
નવ કરીએ રે નવ કરીએ હૈયા જોર હલાંણ, વિનતડી ઉર ધારીએ. ન૦ ર
નથી લીધી રે નથી લીધી મુજને વેચાણ, મહેણાં દઇ નવ મારીએ. ન૦ ૩
તમે આવડી રે તમે આવડી શીદરાખોછોતાણ, જાઇ ગોકુલ ગાયું ચારીએ. ન૦ ૪
બ્રહ્માનંદના રે બ્રહ્માનંદના વહાલા ચતુરસુજાણ, વાત હૃદે વિચારીએ. ન૦ પ

મૂળ પદ

નાનકડા રે નાનકડા

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી