છેટે રહેજે રે છેટે રહેજે મહીડાના ચોર, દાણ જોરે નહીં જડે ૪/૯

છેટે રહેજે રે છેટે રહેજે મહીડાના ચોર, દાણ જોરે નહીં જડે.       છે૦ ૧
જાણું છું રે જાણું છું જાદવ તારું જોર, તું મોટો અમ વડે.   છે૦ ર
નવ ચડીએ રે નવ ચડીએ પરનારીને નોર, શું જાણે શું નીવડે.    છે૦ ૩
ફાટે છે રે ફાટે છે સાળુડાની કોર, એમાં તારૂં નહીં ઉઘડે.   છે૦ ૪
બ્રહ્માનંદના રે બ્રહ્માનંદના વહાલા નફટ નઠોર, બાઝીશ માં મહીને ઘડે.   છે૦ પ 

મૂળ પદ

નાનકડા રે નાનકડા

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી