તારે શું છે તારે તારે શું છે મોહન મનમાંય, બાઝ માં મહીની ગોળીએ ૫/૯

તારે શું છે તારે શું છે મોહન ! મનમાંય, બાઝ માં મહીની ગોળીએ.                 તા૦ ૧
એ વાતે રે એ વાતે કોઇનું ઘર જાય, વનમાં પગેરાં ન ખોળીએ.                       તા૦ ર
તું તો નવરો રે તું તો નવરો વનમાં મોરલીવાય, ચઢાવ્યાં તે ચકડોળીએ.           તા૦ ૩
શાને ઓલે રે શાને ઓલે અહીંયા ખોટી થાય, નંદની ગાયું ટોળીએ.               તા૦ ૪
બ્રહ્માનંદના રે બ્રહ્માનંદના વહાલા આ શી બલાય દહાડી દહાડી નવ રોળીએ.  તા૦ પ 

મૂળ પદ

નાનકડા રે નાનકડા

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી