તારો પિતા રે તારો પિતા છે નંદ આહીર, તું તે રાજા કયાંયનો ૬/૯

તારો પિતા રે તારો પિતા છે નંદ આહીર, તું તે રાજા કયાંયનો.                 તા૦ ૧
શાને ઓલે રે શાને ઓલે ફાડે છે ચીર, મર્મ હું સમજી માંયનો.                  તા૦ ર
ખાધી ઝાઝી રે ખાધી ઝાઝી ગોકુલમાં ખીર, એ પરતાપ તો આંયનો.        તા૦ ૩
થઇ બેઠો રે થઇ બેઠો કારમો અમીર, વાતે મોટો દીસે નાંયનો.                 તા૦ ૪
બ્રહ્માનંદના રે બ્રહ્માનંદના વહાલા જમુનાને તીર, છલ કેમ રહેશે છાંયનો.   તા૦ પ

 

મૂળ પદ

નાનકડા રે નાનકડા

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી