તુંને કહું છું રે તુંને કહું છું કુડાબોલા કાન, આડોઉભો શીદ વાટમાં ૮/૯

તુંને કહું છું રે તુંને કહું છું કુડાબોલા કાન, આડોઉભો શીદ વાટમાં.             તું૦ ૧
અમને કીધાં રે અમને કીધાં વનમાં હેરાન, જળ જમુનાના ઘાટમા               તું૦ ર
દીસે છે રે દીસે છે મનમાં સેતાન, દૃષ્ટિ છે મહીના માટમાં.                        તું૦ ૩
કોણ કહેશે રે કોણ કહેશે તુજને ભગવાન, નવરો ફરતો લાટમાં.                 તું૦ ૪
બ્રહ્માનંદના રે બ્રહ્માનંદના વહાલા મોરલીના તાન, થકિત ભઇ તારા ઘાટમાં.તું૦પ

 

 

મૂળ પદ

નાનકડા રે નાનકડા

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી