વાલા લાગો રે વાલા લાગો છો છોગાળા છેલ, પ્રીતમ જીવનપ્રાણ છો ૯/૯

વાલા લાગો રે વાલા લાગો છો છોગાળા છેલ, પ્રીતમ જીવનપ્રાણ છો.                વા૦ ૧
આવી વળગો રે આવી વળગો બળીયા મારી **બેલ, ખાવન* સુખની ખાણ છો. વા૦ ર
રૂપાળા રે રૂપાળા રસિયા રંગરેલ, આંખડલીના ભાણ છો.                             વા૦ ૩
હું તો આવીશ રે હું તો આવીશ ગિરધર તારી ગેલ, મારી સેજડલીની સુવાણ છો. વા૦ ૪
બ્રહ્માનંદના રે બ્રહ્માનંદના વહાલા અલબેલ, જગપતિ અંતર જાણ છો.               વા૦ પ

 

ખાવન*=ધણી; પતિ, ઈશ્વર..શેઠ; માલિક.

 **બેલ,=બેલડી, જોડી

 

મૂળ પદ

નાનકડા રે નાનકડા

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી