જાણ્યાં જાણ્યાં રે અમે જાણ્યાં મારા વાલીડાનાં જાદુડાં સરવે અમે જાણ્યાં ૧/૪

જાણ્યાં જાણ્યાં રે અમે જાણ્યાં, મારા વાલીડાનાં જાદુડાં સરવે અમે જાણ્યાં.  ટેક.
જમુનાને તીરે વહાલે રાસ રચીને, વંશી વગાડી ચિત્ત તાણ્યાં.      મા૦ ૧
મધરાતે અમને વનમાં તેડાવ્યા, તરછોડીને પત વાણ્યાં.   મા૦ ર
હવે જાઇ મથુરામાં બેઠા, અમને ચિત્તમાં નવ આણ્યાં.      મા૦ ૩
બ્રહ્માનંદ કહે કુબજા સંગાથે, મનગમતાં સુખ માણ્યાં.      મા૦ ૪ 

મૂળ પદ

જાણ્‍યાં જાણ્‍યાં રે અમે જાણ્‍યાં

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી