જોયું જોયું રે અમે જોયું, મારા વાલીડાનું હેતડલું અમે જોયું ૨/૪

જોયું જોયું રે અમે જોયું, મારા વાલીડાનું હેતડલું અમે જોયું. ટેક.
અમે એથી કાંઇ પાછું નવ રાખતાં, દેતાં સર્વે દોયું ને વલોયું. મા૦ ૧
લોક લાજ ઘરકાજ વિસારીને, અમે એમાં ચિત્ત પ્રોયું. મા૦ ર
અમે એ સારૂ રોઇરોઇને, બાળું જોબન ખોયું. મા૦ ૩
બ્રહ્માનંદ કહે મથુરા જાઇને, મન કુબજા સંગ મોહ્યું. મા૦ ૪

મૂળ પદ

જાણ્‍યાં જાણ્‍યાં રે અમે જાણ્‍યાં

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી