દીઠી દીઠી રે અમે દીઠી, મારા વાલીડાની માયા બેની અમે દીઠી ૪/૪

દીઠી દીઠી રે અમે દીઠી, મારા વાલીડાની માયા બેની અમે દીઠી. ટેક.
મથુરા જાઇને લખી ન મેલી, કાગળીયાની અમને ચીઠી. મા૦ ૧
પ્રીત કરી પરજાલી ગયા વહાલો, અંતરમાં અંગીઠી. મા૦ ર
કાળા હતા તે ગોરા થયા હવે, કુબ્જાએ કીધી જ્યારે પીઠી. મા૦ ૩
બ્રહ્માનંદ કહે એને આગે જાઇ, વાતું કહે છે મીઠી મીઠી. મા૦ ૪

મૂળ પદ

જાણ્‍યાં જાણ્‍યાં રે અમે જાણ્‍યાં

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી