કાનુડો કેડે પડયો રે, શું કરીએ હવે હેલી ૨/૧૨

કાનુડો કેડે પડયો રે, શું કરીએ હવે હેલી.         કા૦ ૧
સૌ દેખંતા આવે મારે મંદિરિયે, બળવંત બારણું ઠેલી.     કા૦ ર
એક ઘડી જંપવા નવ દેવે, જગવે આવી વેલી વેલી.       કા૦ ૩
પ્રથમ તો એ મરજાદમાં રહેતો, હવે થયો બહુ ફેલી.       કા૦ ૪
બ્રહ્માનંદ કહે એનાં દુઃખથી, અમે જાઇશું ગોકુળ મેલી.     કા૦ પ

મૂળ પદ

સખી ! મારુંચિત્ત ચોર્યું રે

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી