આપીએ વિદાય પણ, દિલ નથી માનતુ ૧/૧

આપીએ વિદાય પણ, દિલ નથી માનતું, મન નથી માનતું, 
જાવ છો જીવન તમે, નથી અમને ગમતું, જરાય નથી ગમતું. ટેક.
ધરીએ કેમ ધીર અમે, અજ્ઞાની જીવડા, 
ચાલ્યા જાવ છો તમે, નયન કેરા દિવડા, 
નથી દેવા જાવા પણ, 
કાંઇ નથી ચાલતું, અમારૂ નથી ચાલતું... આપીએ૦ ૧
નયણાથી આંસુ પાડી, વિનવીએ હે શામળા, 
ફરી પાછા આવજો, પીયુડા ઉતાવળા, 
તમ વિના હવે અમને, 
નથી નાથ ફાવતું, જરાય નથી ફાવતું... આપીએ૦ ૨
જ્ઞાનજીવન સુખ આપ્યું, કદી નહિ ભુલીએ, 
પ્રેમ તારો પિયા મારા, શાનાથી મુલવીયે, 
સુખ તારૂ માણ્યા પછી, 
ચેન નથી પડતું, હૈયુ રહ્યું રડતું... આપીએ૦ ૩ 

મૂળ પદ

આપીએ વિદાય પણ, દિલ નથી માનતું

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (ગાયક)
શિવરંજની
સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (સ્વરકાર)
કીર્તન કુંભ ભાગ-૬
Studio
Audio
0
0