છબીલા ! છબી તારી રે જોઇને લાગે છે મુને પ્યારી ૯/૧૨

છબીલા ! છબી તારી રે જોઇને લાગે છે મુને પ્યારી.       છ૦ ૧
ફેંટો કસુંબી ફૂલડે છાયો, વળી સુંથણીની શોભા ન્યારી.     છ૦ ર
અંગોઅંગ આભૂષણ શોભે, કાને કુંડલ મકરાકારી.  છ૦ ૩
નખશીખ શોભા બની રે અલોકિક, દેખી મોહી છે વ્રજનારી.        છ૦ ૪
છેલછબીલા ! તારી છબિના ઉપરે જાય બ્રહ્માનંદ બલિહારી.        છ૦ પ 

મૂળ પદ

સખી ! મારુંચિત્ત ચોર્યું રે

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી