કેમ માંડી બેઠો ફેલ છોટા છોકરડા ૭/૮

કેમ માંડી બેઠો ફેલ, છોટા છોકરડા ;    
દોડે છે પરનારી ગેલ, છોટા છોકરડા.                     ટેક.
તુંને કોય નથી કેનાર, છો૦ માટે થયો છે મેવાર.          છો૦ ૧
તેં મેટી જગ મરજાદ, છો૦ આવડલી શી ઉદમાદ.               છો૦ ર
ગાયુંના ચારણહાર, છો૦ રોકે છે કેમ પરનાર.             છો૦ ૩
બ્રહ્માનંદ કહે મહીના ચોર, છો૦ જાણું છું તારું જોર.       છો૦ ૪ 

મૂળ પદ

એકલડા કેમ રે’વાય, તમ વિના વાલાજી

મળતા રાગ

ગરબી

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી