ચાલ સખી ! સાંભળવા જાઇએ, વંશી વાલાની હેલી ૩/૪

ચાલ સખી ! સાંભળવા જાઇએ, વંશી વાલાની હેલી ;મધુરે સૂર મન પ્રાણ હરે છે, નંદલાલાની હેલી.   
ચાલ અનોપમ એની મારૂં ચિત્તડું ચોરે છે હેલી ;લટકાળાનાં લટકાં માંહીથી, કાળજ કોરે છે હેલી. 
ગોવાળા સંગ રાતો માતો રંગડાનો ભીનો હેલી ;હું જોઇને ગુલતાન થઇ મુખ, મરકલડો એનો હેલી.       
મુખડાને મરકલડે મારું, મનડું લોભાણું હેલી ;બેઠા સૂતાં એ વિના બીજું, કાંઇ નવ જાણું હેલી.  
આંખ્યુંને ઉલાળે વ્રજવનિતાને, વશ કીધી હેલી ;પ્રેમ અધર રસ પાઇને જાણે, વેચાતી લીધી હેલી. 
ચાલ ચાલ શું બેસી રહી, જલ્દીથી જઇએ હેલી.મોહનજીની મૂર્તિ નિરખી, અતિ સુખીયા થઇએ હેલી.      
શું કહું શોભા સુંથણલીની, કેડે કંદોરો હેલી ;લાલ કસુંબી ફેંટા ઉપર, ફૂલડાંનો તોરો હેલી.    
ચસકો લાગ્યો શામળિયાથી, સુંદર સવાદે હેલી ;બ્રહ્માનંદ કહે મન વેંધાણું, મોરલીને નાદે હેલી.   

મૂળ પદ

સાચું બોલો શ્યામ સલૂણા

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી