હો વાલમજી ! ફરિ વેલા આવજો સંતો સાથે લાવજો, ૧/૧

હો વાલમજી ! ફરિ વેલા આવજો, સંતો સાથે લાવજો,
ભુલી ના જાતા પિયા અમને, રડી રડી વિનવીએ તમને...ટેક.
થોડીવાર ઉભા રહો, કહેવા છે બે વેણલા, સુણો મારા કેણલા,
આટલી ઉતાવળ શાની, કરો હરિ હિરલા, ઓ રે મારા વિરલા,
વાલમજી, ક્યારે પાછા આવશો, ફરી ક્યારે મળશો...ભુલીના૦ ૧
અમ જેવા વાલા તારે, ભકતો અપારા, અતિ પ્યારા પ્યારા,
અમારે તો એક તમે, દુઃખ હરનારા, પ્રાણ આધારા,
વાલમજી, પીયુ મારા પાતળા, આવજો ઉતાવળા...ભુલીના૦ ૨
અમ ઘેર આવી તમે, સુખ બહુ આપિયા, દુઃખ બધા કાપિયા,
જ્ઞાનજીવન અમને, હૈયા સાથે ચાંપિયા, હુંફ બળ આપિયા,
વાલમજી, ભલે આજ જાવ જો, વેલા વેલા આવજો...ભુલીના૦ ૩

મૂળ પદ

હો વાલમજી ! ફરિ વેલા આવજો

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (ગાયક)

સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (સ્વરકાર)
કીર્તન કુંભ ભાગ-૬
Studio
Audio
0
0