ઓરા ઓરા આવો રે, મોહન મતવાલા ૧/૮

 

ઓરા ઓરા આવો રે, મોહન મતવાલા ;
રંગના રંગીલા રે, કે સુંદર છોગાલા.
તમને નિરખીને રે, ઠરે મારાં લોચનિયાં ;
સર્વે લટકાં તમારાં રે, કે મન મારે રોચનિયાં.
જોઇ મુખડું તમારૂં રે, કે મન મારું મોહીને રહ્યું ;
અંતર સુખ ઉપજ્યું રે, કે દુઃખ મારું દૂર ગયું.
રસિયા સરવ જાણો રે, કેરસની રીતલડી ;
તમ સાથે બાંધી રે, કે પૂરણ પ્રીતલડી.
બહુ કામકળામાં રે, કે જીવન જાણો છો ;
નેણુંને ચાળે રે, કે મન મારું તાણો છો.
સહુને દેખંતાં રે, કે ઠાલા નવ વળ ચડીએ ;
બ્રહ્માનંદના સ્વામી રે, કે પધારોને સેજડીએ

મૂળ પદ

ઓરા ઓરા આવો રે

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી