અલબેલા આવો રે, કે મળીએ એકાંતે ૨/૮

 અલબેલા આવો રે, કે મળીએ એકાંતે ;           

સુંદર સેજડીએ રે, કે ખેલાડું ખાંતે.                    ૧
જુગતીથી જીવન રે, કે તમને જમાડું ; 
મારા હૃદીયા ઉપર રે, કે રૂડે રમાડું.                  ર
નૌતમ સુખ આપો રે, કે નટવર નાવલીયા ;   
પલંગે પોઢાડી રે, કે ચાંપું હું પાવલીયા.           ૩
જે જે કાંઇ જોઇએ રે, કે આપું તે આણી ;         
હું તો હાથ તમારે, કે વાલમ વેચાણી.               ૪
છું દાસી તમારી રે, કે પોતાની જાણો ;
મારે મંદિર આવી રે, કે મનગમતું માણો.         પ
મારું તે તમારું રે, કે દિલમાં શાને ડરો ;          
બ્રહ્માનંદના સ્વામી રે, કે લીલા લેહેર કરો.       ૬
 

મૂળ પદ

ઓરા ઓરા આવો રે

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી