એકલડી જાણી રે, કે પાલવ તાણો છો ૩/૮

 

એકલડી જાણી રે, કે પાલવ તાણો છો ;
તમે મનમાં રે, કે વહાલા ! શું જાણો છો.
એમાંથી મોટી રે, કે ફજેતી બહુ થાશે ;
સરવે ખબર તમારી રે, કે કંસ કને જાશે.
કંસને ઓળખીને રે, કે ચડજો એ વાતે ;
એની બીકે ભાગી રે, કે આવ્યા અધરાતે.
આ લખણે તમારે રે, કે નંદનું ઘર જાશે ;
વારૂ કોઇહશે રે, કે તે તમને જોશે.
વનમાં માંડી છે રે, કે અનીતિ આવડલી ;
તમને રાખ્યા છે રે, કે ચારવા ગાવડલી.
ગાવડલી ચારીને રે, કે પાધરા પેટ ભરો ;
બ્રહ્માનંદના સ્વામી રે, કે વિચારીને જોર કરો.

મૂળ પદ

ઓરા ઓરા આવો રે

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી