કે દહાડાનો દાણી રે, કે હું તુંને જાણું છું ૪/૮

કે દહાડાનો દાણી રે, કે હું તુંને જાણું છું ;નંદનો જાણીને રે, કે મલાજો આણું છું.           
જેને તેને કેડે રે, કે દહાડી દોડે છે ;મહીની મટુકી રે, કે જોરાઇએ ફોડે છે.                 
મારગડે વેહેતાં રે, કે લૂંટે છે મહીઆરી ;કંસ પાસે થઇને રે, કે કરાવું વલે તારી.           
દોલતને દેખી રે, કે રખે મન ફૂલાતો ;તુંને તો લીધો રે, કે જશોદાએ વેચાતો.             
એક હું જાણું રે, કે બીજાને તો છાનો છું ;આવો થા માં ઉતાવળો રે, કે હજી તો નાનો છું.   
બ્રહ્માનંદ કહે વારું રે, કે મેલો પરધરુણીને ;એવા થાઓ હુંસીલા રે, કે તો બેસોને પરણીને.  ૬ 

મૂળ પદ

ઓરા ઓરા આવો રે

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી