આણે આચારે રે, કે ગોકુલ કેમ રહેવાશે ૬/૮

 આણે આચારે રે, કે ગોકુલ કેમ રહેવાશે ;

નિત નિત ઉઠી રે, કે કેટલુંક સહેવાશે.
તારે દાભડી આવી રે, કે બેસવું એ ઘાટે ;
અમારે દાભડી રે, કે ચાલવું એ વાટે.
રોકી રાખ્યાની રે, કે તુજને ટેવ પડી ;
રોક્યાં કેમ રહીએ રે, કે અમે ત્યાં એક ઘડી.
તુંતો નિર્લજ સરખોરે, કે અમારે તો લાજ ખરી ;
તુજ સરખી હશે રે, કે તે રહેશે તુજને વરી.
હેવા તુજને પડીઓ રે, કે પગેરાં જોવાનો ;
આદર માંડયો છે રે, કે લજ્યા ખોવાનો.
મુજને જે કહ્યું રે, કે બીજાને મા કહેજો, 
બ્રહ્માનંદના વહાલા રે, કે પાધરા થઇ રહેજો.

મૂળ પદ

ઓરા ઓરા આવો રે

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી