તમારે ને મારે રે, કે બંધાણી પ્રીતલડી ૮/૮

તમારે ને મારે રે, કે બંધાણી પ્રીતલડી ;
તે દેખીને દાઝે રે, કે ઓલી સોકલડી.
મારા ઘરના સરવે રે, કે કળો મુને રોજ કરે ;
નણદી ધૂતારી રે, કે સૌનાં કાન ભરે.
સર્વે કહે છે ઘરના રે, કે મન તારું બીજે છે ;
લેતાં નામ તમારું રે, કે મુજને ખીજે છે.
જમુના જલ ભરવા રે, કે આવીશ, અલબેલા ;
તક રાખીને ટાંણે રે, કે આવજો ત્યાં વેહેલા.
વનમાં એકાંતે રે, કે કરશું વાતલડી ;
રસબસ થઇ રંગમાં રે, કે કરશે છાતલડી.
કાંઇ મીષ લઇ કેહેજો રે, કે આંગણિયે આવી.
મારા મનમાં હું સમજીશરે, કે વહાલે બોલાવી.
દૂણી લઇ આવીશ રે કે ગાવડલી દોવાને ;
બ્રહ્માનંદના વહાલાનું રે કે મુખડું જોવાને.

મૂળ પદ

ઓરા ઓરા આવો રે

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી