ઓરા ઓરા ઓરા આવે, રસના રંગીલા વારી ૧/૪

 

ઓરા ઓરા ઓરા આવે, રસના રંગીલા વારી ;
મોરલી વજાડો મીઠી, છોગાળા છેલા વારી.
મોહની લાગી છે મુને, તારું મુખ જોઇ વારી ;
નંદના નાનડીઆ તારું, છોગું દેખી મોઇ વારી.
નેહમાં ભર્યાં છે નેણાં, લાગે વહાલા વારી ;
લટકાં કરીને તેં તો, અમને કીધાં કાલાં વારી.
આખુંને ઉલાળે ચાળે, ચિત્તડું ચોરાણું વારી ;
એકાંતે આવી મુજ સાથે, કરોને ધીંગાણું વારી.
આજ મેં તો તારે કાજે, સેજડી સમારી વારી ;
આભ્રણ અંગ પેહેરી જોઉં, વાટડી હું તારી વારી.
બ્રહ્માનંદના સ્વામી વહાલા, સર્વેમનની જાણો વારી ;
તમે છો દયાના સિંધુ, દયા દિલમાં આણો વારી.

મૂળ પદ

ઓરા ઓરા ઓરા આવે

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
અજાણ (ગાયક )
અજાણ રાગ
અજાણ (પ્રકાશક )

અજાણ સ્વરકાર
અજાણ
Studio
Audio
0
0
 
અજાણ (ગાયક )
અજાણ રાગ
અજાણ (પ્રકાશક )
રેકોર્ડીંગ ગુણવત્તા-અતિ સારી
હસમુખભાઈ પાટડિયા (સ્વરકાર)
અજાણ
Studio
Audio
0
0